વિશે
શ્રીમતી નરભીબેન ચંદુલાલ શાહ રિલીજીયસ ટ્રસ્ટ દ્વારા સદ્રવ્ય થી નિર્મિત ભાગ્યભૂમિ નભશ્ચંદ્ર તીર્થધામ ની આછેરી ઝલક
• પાલનપુર જૈનોની પ્રખ્યાત નગરી છે. એનોય આગવો ઇતિહાસ છે.
• સુપ્રસિદ્ધ તપાગચ્છાધિ પતિ પૂ. આ. શ્રી સોમસુંદરસૂરીશ્વરજી મહારાજા (રાણકપુર તીર્થ પ્રતિષ્ઠાચાર્ય) અને અકબર પ્રતિબોધક પૂ. આ. શ્રી વિજયહીરસૂરીશ્વરજી મહારાજાનો જન્મ -વતન ભૂમિ પાલનપુર જ હતી.
• શ્રીપલ્લવિયા પાર્શ્વનાથ પ્રભુ ‘૧૦૮” અંતર્ગત આવે છે. અહિંના જિનભક્તોની ઉદારભક્તિના વર્ણનથી શાસ્ત્રોનાં પાનાં ભરાયાં છે.
• આજે પણ પાલનપુર આસપાસના જૈનો જ્યાં પણ વસે છે ત્યાં લક્ષ્મી-સરસ્વતીની મહેર એમની ઉપર વરસે છે. ધર્મના ચાદગાર અનેક કાર્ય તેઓ કરે છે.
• આ જ પાલનપુરની પંચકોશીમાં જગાણા ગામ છે. એની સરહદે અમ પરિવારે વિશાળ પૂર્વાભિમુખ ભૂમિખંડ મેળવી સ્વદ્રવ્યથી આ તીર્થનું નિર્માણ કર્યું છે.
• મકરાણા માર્બલથી નિર્મિત શ્રીપાર્શ્વવલ્લભ પ્રાસાદ માં મૂળનાયક રૂપે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથપ્રભુ અદ્ભુત પરિકરયુક્ત બિરાજશે. અન્ય છ દેવકુલિકાઓમાં કોલી મંડપમાં શ્રીપાર્શ્વનાથ પ્રભુ અને શ્રી ઋષભદેવ પ્રભુ, રંગમંડપમાં પ્રથમપદ ગોખમાં શ્રી મહાવીરસ્વામી અને શ્રી મુનિસુવ્રતસ્વામી અને દ્વિતીયપદ ગોખમાં માલણમંડનઃશ્રી ચંદ્રપ્રભસ્વામી અને શ્રી શાંતિનાથ પ્રભુના નયનરમ્ય બિંબો બિરાજમાન થઈ સપ્તરૂપે સપ્ત જિનવરો, સપ્ત ભયોને છોડી સપ્ત ભવોમાં જ મોક્ષ પ્રાપ્તિનો સંકેત આપશે.
ધર્મશાળા
ધર્મશાળા... ૨૨ રૂમો, ૬ બ્લોક અને ૩ હોલ સહિત શ્રાવક વર્ગની સુવિધા સાચવી જિનભક્તિમાં ટેકો આપે એવી મજાની ધર્મશાળા બની છે. આપનું આગમન અને ધૈર્ય જ આપનો અનુભવ બનશે.
ભોજનશાળા
ભોજનશાળા... એકી સાથે ૨૫૦ પુણ્યાત્માઓ બેસીને જૈન આચાર મુજબનું ભોજન વાપરી શકે અને ક્ષુધાશાંતિ કરી વધુને વધુ તીર્થ ભક્તિનો આનંદ માણી શકે એવી વ્યવસ્થા. નવકારશી ઃ મધ્યાહ્ન અને ચૌવિહાર ત્રણે ટંકની સુવિધા હશે.